વાલા મારે તમારી સાથે, મેળાપ હવે ક્યારે થાશે ૧/૧

વાલા મારે તમારી સાથે,
 	મેળાપ હવે ક્યારે થાશે (૨)...ટેક.
સૂતા જગાડી તેં, પ્રીતિ લગાડી તેં, હવે ખોળું તુંને, ક્યાં જઈ પ્યારા,
	હવે તુંતો નહીં મળે, તું સપનું થઈ ગયો;
	જાણ્યું નહોતું કે આવું રે થાશે, મનમાં હતું કે રે’શુ સાથે...મેળાપ૦ ૧
સાથે રમતા હતા, સાથે જમતા હતા, સાથે સાથે રહી, કામ કરતા’તા,
	મન તમને નહીં ભૂલે, શું સમજાવું હું તેને;
	જ્ઞાનજીવન કહે ઘણુંયે ઘણું, મનને તે કેમ મનાશે...મેળાપ૦ ૨
 

મૂળ પદ

વાલા મારે તમારી સાથે, મેળાપ હવે ક્યારે થાશે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0