તમારો પ્રેમ હવે નહીં મળે, યાદ આવો ત્યાં હૈયું ટળવળે  ૧/૧

તમારો પ્રેમ હવે નહીં મળે (૨)
	યાદ આવો ત્યાં હૈયું ટળવળે (૨)...ટેક.
આપિયું છે સુખ તમે અપરમપાર (૨)
મારા નહિ હતા તમે લાખોના આધાર (૨)
	રોઈ રોઈ રહ્યાં સર્વે, છોડી તમે ગયા સર્વે,
	ભૂલી નથી શકતા તમને, કોઈ બાઈ-ભાઈ,
	સેવા તમારી હવે ક્યાંથી મળે...યાદ૦ ૧
તારા વિના જીવે જાણે સહુ નિરાધાર (૨)
તમે જેવો આપ્યો એવો કોણ આપે પ્યાર (૨)
	વાત્સલ્યમૂર્તિ તમે, કોને પૂછી કરશું અમે,
	હવે સર્વે ઘરનો ને પરનો વે’વાર,
	તમારા જેવા હવે કોણ મળે...યાદ ૦ ૨
જ્યારે જ્યારે મૂંઝાતા અમે તો અપાર (૨)
એક જ પળમાં સૌને કાઢી દેતા બાર (૨)
	રોતાં રોતાં આવે બહુ, હસતાં હસતાં જાયે સહુ,
	જ્ઞાનજીવનને અનુભવ છે સદાઈ,
	તમારા જેવું સહુમાં કોણ ભળે...યાદ૦ ૩
 

મૂળ પદ

તમારો પ્રેમ હવે નહીં મળે, યાદ આવો ત્યાં હૈયું ટળવળે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0