ચાલો રથની શોભા નિરખિયેમાંહી બેઠા રે રસિયા બલવીર,,૨/૪

ચાલો રથની શોભા નિરખિયે, માંહી બેઠા રે રસિયા બલવીર, રથની શોભા નિરખિયે.  ટેક.
નટ નાગર છેલો નંદનો, છોગાળો રે વહાલો શ્યામ શરીર.         રથની૦૧
માફાળી ગુંથી છે મોતીયે, સોના કેરાં રે પૈડાં અતિ સાર.   રથની૦ર
સોના કેરી ઉંઘ્યુ ધૂરી પેજની, એની શોભારે અતિઅધિક અપાર.    રથની૦૩
સોના કેરા ઘોડાને ઘૂઘરા, રૂડી શોભે રે રેશમ કેરી રાસ.    રથની૦૪
ઘેરે સાદે તે આવે ગાવતા, પ્રેમીજનનાં રે મંડલ આસપાસ.        રથની૦પ
આવી રથમાં બેઠા અલબેલડો, એની શોભારે મુખ કહી નવ જાય. રથની૦૬
બ્રહ્માનંદના વ્હાલાની મૂરતિ, મારે આવી રે વસી અંતર માંય.      રથની૦૭

મૂળ પદ

બેઠા રથમાં સુંદર શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી