નાશવંત દુનિયા આ નથી રહેવાની, નાશવંત છે એ તો નાશ રે થવાની ૧/૧

નાશવંત દુનિયા આ નથી રહેવાની;
	નાશવંત છે એ તો નાશ રે થવાની...ટેક.
સમજ્યા વિના એમાં પ્રેમ કર્યો છે (૨)
માયામય જીવમાં મોહ ભર્યો છે (૨)
	મોહ ટળશે તે’દિ મુક્તિ થવાની...નાશવંત૦ ૧
મેલો મારું તારું છોડો રાગ-દ્વેષ (૨)
એકતાર મનથી સંભારો દેવેશ (૨)
	ગાડી બંગલા ને તારી જાશે રે યુવાની...નાશવંત૦ ૨
અખંડ આનંદ એક છે મારો વાલો (૨)
ભક્તિ કરીને સહુ ધામમાં ચાલો (૨)
	‘જ્ઞાન’ ત્યાં તો સુખ છે સાયબી સદાની...નાશવંત૦ ૩
 

મૂળ પદ

નાશવંત દુનિયા આ નથી રહેવાની, નાશવંત છે એ તો નાશ રે થવાની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
0
0