હું તો છું હરિ સાથ, મારો શોક ના કરો ૧/૧

હું તો છું હરિ સાથ, મારો શોક ના કરો (૨)
	રહેજો સંપી સાથ, મારો શોક ના કરો...ટેક.
મેં છોડયું આ જગ એક પલમાં, સહુ છોડવાના (૨)
આજ છોડીને અમો ગયા ને, કાલ બીજા જાવાના;
	માટે કરો ભજન (૨)...મારો શોક૦ ૧
હતાં તેથી વધુ સુખી થયાં અમે, છૂટયા જગતથી (૨)
અમારું સપનું પૂરું થયું છે, જાગી ગયા જગ ઊંઘથી;
	જાગો કરો ભજન (૨)...મારો શોક૦ ૨
કરો કામ એવાં કે ગમે સહુ જનને, ખુશ થાય શ્રીજી (૨)
રાખજો ઇચ્છા એક હરિની, તજજો ઇચ્છા બીજી;
	કહે છે જ્ઞાનજીવન (૨)...મારો શોક૦ ૩
 

મૂળ પદ

હું તો છું હરિ સાથ, મારો શોક ના કરો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
શ્રદ્ધાંજલી
Studio
Audio
1
0