રાત થઈ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પિયુ પાતળિયા ૧/૧

રાત થઈ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પિયુ પાતળિયા;
	આવો પોઢાડું મારી બાહોમાં, પોઢોને છૈયા સુખના સાગરિયા...ટેક.
તારલિયા ટમક્યા ચાંદલિયો ચમક્યો, સૂઈ ગયાં સર્વ ઘાંઘાટ અટક્યો;
	કાળજ્યાના કટકા બંધ કરો મટકાં...પોઢોને છૈયા૦ ૧
હળવો રે હાથ ફેરવું છું માથ, ભીડી મને બાથ સૂઈ જાઓ નાથ;
	પ્રેમના પલંગમાં પોઢો મારી સાથ...પોઢોને છૈયા૦ ૨
જ્ઞાનસખી તમને પ્રેમથી પોઢાડે, પ્રેમની પિયુડા પામરી ઓઢાડે;
	પોઢી જાઓ વાલા કરું કાલાવાલા...પોઢોને છૈયા૦ ૩
 

મૂળ પદ

રાત થઈ છે વાલા છેલ છોગાળા, પોઢોને મારા પિયુ પાતળિયા

મળતા રાગ

નદીના કિનારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0