સખી ધન્ય ધન્ય ભાગ્ય એ ભોમિનાં, રથ હાંકે રે જ્યાં સુંદર શ્યામ ૪/૪

સખી ધન્ય ધન્ય ભાગ્ય એ ભોમિનાં, રથ હાંકે રે જ્યાં સુંદર શ્યામ,
ધન્ય ધન્ય ભાગ્ય એ ભોમિનાં. ટેક.
નટ નાગર નૌતમ નાથજી, કીધું વૈકુંઠને તોલે ગોકુલ ગામ. ધન્ય૦૧
મોટા મોટા મુનિવર આવિયા, રથ કેરી રે છબી દેખવા કાજ ધન્ય૦ર
ગણ, ગંધર્વ સર્વ સાથે લઇ, જોવા આવ્યા રે વ્રજમાં સુર રાજ. ધન્ય૦૩
રથજાત્રા છેલા વ્રજરાજની, એનો મહિમા રે અતિ અધિક અપાર. ધન્ય૦૪
જે ભાળે એને શુદ્ધ ભાવથી, તે નાવે રે ભવમાં નર નાર. ધન્ય૦પ
રથમાંહી બેઠા રંગભીનડો, છોગાળો રે છેલો ઘનશ્યામ. ધન્ય ૦૬
હેરે નિજ જનને અતિ હેતમાં, બ્રહ્માનંદનો રે વહાલો સુખ ધામ. ધન્ય ૦૭

મૂળ પદ

બેઠા રથમાં સુંદર શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0