મથું છું હું એટલે ઓ મારા પ્રાણ, એકવાર તને એમ થાય ૧/૧

મથું છું હું એટલે ઓ મારા પ્રાણ,
	એકવાર તને એમ થાય કે વાહ મારો ભક્ત...ટેક.
તારે માટે જ વાલા ઘર છોડયું છે, છોડયું છે સંસારી સુખ,
રિજાવા નાથ તને મથું છું રાત-દને, સહું છું તને મને દુ:ખ,
			થઈ જગથી વિમુખ...મથું છું૦ ૧
રાજીપો નાથ તારો પગાર જાણ મારો, બીજુ ન આપીશ કાંઈ,
વાલમ રીજો તો જગ ભલે ખીજો, એનું નથી મને કાંય,
			બસ તારું રહેવાય...મથું છું૦ ૨
જ્ઞાનજીવન ભેટ બનીને આવ્યો, પોતે પોતાની હો પ્રાણ,
ઓ મારા સુજાણ તારો છું વેચાણ, તું મારો છો હરિ પ્રાણ,
			મેં આપ્યું આ લખાણ...મથું છું૦ ૩
 

મૂળ પદ

મથું છું હું એટલે ઓ મારા પ્રાણ, એકવાર તને એમ થાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહારાજ
Studio
Audio
1
0