આશરો તમારો મારે, આશરો તમારો ૧/૧

 છંદ
પ્યારા ભરથાર, તાર મને તાર, આપી તારો પ્યાર, મારા પિયુડા;
છોડયો સંસાર, એક તમારે આધાર, કરજો મારી વાર, મારા પિયુડા;
	ભૂલી ઘરબાર, હું તો થઈ તારી નાર, ફરું વિશ્વ મોઝાર, મારા પિયુડા;
	સાંપી તને ભાર, હું તો રાખું તારો ભાર, જ્ઞાનસખીના પ્યાર, મારા પિયુડા.
આશરો તમારો મારે, આશરો તમારો;
	શ્રીજી તારો કે મારો મારે આશરો તમારો...ટેક.
તમારા વિના શ્રીજી કોઈ નથી મારું વ્હાલા;
	મન, કર્મ, વચને હું થયો તમારો...શ્રીજી૦ ૧
તમને ન મૂકું શ્રીજી નિયમ ન ચૂકું વ્હાલા;
	કુસંગનો સંગ મને લાગે નઠારો...શ્રીજી૦ ૨
હું છું શરીર શ્રીજી તમો છો શરીરી વ્હાલા;
	તો જ ઉગરું હું જો તમે ઉગારો...શ્રીજી૦ ૩
જ્ઞાનજીવનના સ્વામી ભક્ત ચિંતામણી વ્હાલા;
	વિનંતી કરું છું મને સતત સાંભરો...શ્રીજી૦ ૪ 
 

મૂળ પદ

આશરો તમારો મારે આશરો

મળતા રાગ

જૂનું તો થયું રે દેવળ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ચાલોને લાલા
Studio
Audio
0
0