વ્હાલા તને રસ છે ત્યાં, તારા ભક્તનું મન છે ક્યાં  ૧/૧

વ્હાલા તને રસ છે ત્યાં, તારા ભક્તનું મન છે ક્યાં,
	ભલે કરે સારી પ્રવૃત્તિ, પણ ભક્તનું દિલ છે ક્યાં...ટેક.
મંદિરો કરે સેવાઓ કરે, સમૈયા કરે કે ધ્યાન ધરે,
પરંતુ એનું તાન છે ક્યાં, દાસના દિલનું ધ્યાન છે ક્યાં...વ્હાલા૦૧
ક્રિયાઓ કરે ખૂબ તૂટી મરે, પ્રેમે અધૂરે ના રીજો હરે,
ભક્તને રંચે પ્રેમ છે ક્યાં, વ્હાલા તારું ધ્યાન છે ત્યાં...વ્હાલા૦ ૨
જ્ઞાનજીવનને સંપૂર્ણ પૂરું, હેત હો તુંમાં રહો ન અધૂરું,
એવી કરજે પ્રીતમ દયા, મન મારું રહે રહે છે તું જ્યાં...વ્હાલા૦ ૩
 

મૂળ પદ

વહાલા તને રસ છે ત્યાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
રહેજો આનંદમાં
Studio
Audio
0
0