આનંદમાં રહે મન તું સહજાનંદમાં  ૧/૧

આનંદમાં રહે મન તું સહજાનંદમાં...ટેક.
હિમ્મત ન હાર કર હરિમાં પ્યાર,
	નજર કરી જો સાધુ નંદમાં...આનંદમાં૦ ૧
ભીંસી ભર બાથ શ્રીજી તુજ સાથ,
	પ્રીતિ ના કરીશ રીતિ મંદમાં...આનંદમાં૦ ૨
દુન્યવી જે દુ:ખો માનિલે તે સુખો,
	આનંદ રહ્યો છે સુખકંદમાં...આનંદમા૦ ૩
જ્ઞાનજીવન તારું હરિ છે જીવન,
	પડીશ ના બીજા કોઈ ફંદમાં...આનંદમાં૦ ૪
 

મૂળ પદ

આનંદમાં રહે મન તું સહજાનંદમાં

મળતા રાગ

પિયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી