કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ, રાયબાને ધામ વાલો સહજાનંદ શ્યામ ૧/૧

કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ,
રાયબાને ધામ વાલો સહજાનંદ શ્યામ;
	તરત જ વાત થઈ છે પ્રખ્યાત,
	ગોકુળિયું ગામ આવ્યું દર્શને તમામ...ટેક.
કહે રાયબાઈ, અહો હરિરાય,
દુબળું શરીર દીસે તમારું ઘનશ્યામ;
	રહી મારે ધામ, ખૂબ જમો શ્યામ,
	કઢીએલ દૂધ પાશું નાખીને બદામ...કુંડળમાં૦ ૧
રાયબાની વાત, સુણી સાક્ષાત,
કુંડળમાં ખૂબ રહ્યા તજી બધાં કામ;
	રાયબાની ઘેર, રહી રૂડી પેર,
	જમે દૂધની તર નાંખી મસાલા તમામ...કુંડળમાં૦ ૨
ઉતાવળીને તીર, સુણી નિર્મળ નીર,
સદા નાવા જાય લઈ સંતોને તમામ;
	કહે હરિરાય, અહીં કોઈ નાય,
	પાપ બધાં બળે અંતે પામે અક્ષરધામ...કુંડળમાં૦ ૩
જળક્રીડા કરી, સંત સહિત હરિ,
પીપળિયો ધરો એવું રૂડું એનું નામ,
	રૂડું કુંડળગામ, એ તો જાત્રાનું ધામ;
	જ્ઞાનજીવન કહે મહાપ્રસાદીનું ધામ...કુંડળમાં૦ ૪
 

મૂળ પદ

કુંડળમાં નાથ, આવ્યા સંત સાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
0
0