ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ, એ તો કુંડળ ગામ ૧/૧

ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ, એ તો કુંડળ ગામ;
	ચાલો જાત્રા કરવા જઈએ, ચાલો કુંડળ દર્શન કરીએ...ટેક.
રાયબાને ધામ, બહુ વાસ વસી ઘનશ્યામ,
	ઓ સૈયરો, લીલા કરી બહુ ત્યાંય,
		એ તો કહેતા ન કહેવાય...ચાલો૦ ૧
અમરો પટગર નામ, એને ઘેર સભા ભરી શ્યામ,
	ઓ સૈયરો, સારંગપુરથી શ્યામ,
		બોલ્યા વચનામૃત તે ઠામ...ચાલો૦ ૨
રાજી થઈ સ્વયમેવ, સ્થાપ્યા કુંડલેશ્વર મહાદેવ,
	ઓ સૈયરો, યાત્રા કરતા ત્યાંય,
		રામેશ્વરનું ફળ થાય...ચાલો૦ ૩
ઉતાવળીમાં નાહ્યા, સંત સાથે જગરાયા,
	ઓ સૈયરો, મહિમા જાણી ત્યાં ન્હાય,
		એનાં સર્વે પાતક જાય...ચાલો૦ ૪
રાજી થઈ બહુ પેર, વાલો ગયા છે ઘેરોઘેર,
	ઓ સૈયરો, વૈકુંઠધામ વિલાસ,
		જાણો કુંડળ છે કૈલાસ...ચાલો૦ ૫
ઉતાવળીને તીર, જોગ સાધ્યો છે નરવીર,
	ઓ સૈયરો, સાધુ કને સધાવ્યો,
		પારો રુદ્રાક્ષનો તજાવ્યો...ચાલો૦ ૬
રાયબા વાલાને વઢયા, તેથી ઉતારી હરિ જટા,
	ઓ સૈયરો, દાઢી ને મૂછ પડાવી,
		એ તો કુંડળ ગામે આવી...ચાલો૦ ૭
કુંડળ ગામને પાદર, વાલે સંતોને આપ્યો આદર,
	ઓ સૈયરો, હરિએ કર્યા દંડવત્,
		એ તો સંતોને તરત...ચાલો૦ ૮
સંત જમતા નહિ પકવાન, ત્યાં જમાડયા ભગવાન,
	ઓ સૈયરો, નિમ રસકસના તજાવી,
		રૂડી રસોયું ચલાવી...ચાલો૦ ૯
કુંડળ ગામ મોજાર, આવ્યા રામાનંદ બહુ વાર,
	ઓ સૈયરો, જૂનું તીરથનું ધામ,
		એ તો કુંડળ ગામ...ચાલો૦ ૧૦
જ્ઞાનજીવનનાં સ્વામી, બોલ્યા સહજાનંદ બહુનામી,
	ઓ સૈયરો, કુંડળ યાત્રા કરશે,
		એના બધા મનોરથ ફળશે...ચાલો૦ ૧૧
 

મૂળ પદ

ઓ સૈયરો, મહાપ્રસાદીનું ધામ, એ તો કુંડળ ગામ

મળતા રાગ

ઓ રાજ રે...મને કેડય કાંટો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0