કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે, પટગર તણે દરબાર સંત સહિતે ૧/૧

કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે,
	પટગર તણે દરબાર સંત સહિતે...ટેક.
રાઈબાઈએ રંધાવ્યાં અન્ન રૂડાં પકવાન,
એવું જોઈને તેહ પ્રત્યે બોલ્યા ભગવાન;
	માજી પાળે છે સહુ સંત નિયમ રસકસના રે,
	નહિ જમે સંત પકવાન બગડશે મફતનાં...કહું૦ ૧
એવી સુણી વાલાની વાત કહે રાયબાઈ,
આવી શા માટે કરો છો હરિ હઠિલાઈ;
	અમ આંગણે બેસી જો સંત જમે નહિ લાડુ,
	અમ બાળકો રહેશે ભૂખ્યા ન અન્ન ચખાડું...કહું૦ ૨
નહિ જમે નાના બાળ તે કેમ જોવાશે,
પછી ઘરના સર્વે વડીલોથી કેમ જમાશે;
	છે સાંઠ માણસનું હે હરિ કુટુંબ અમારું,
	રહી ભૂખ્યું ને તરસ્યું મરશે આ સંતની સારુ...કહું૦ ૩
માટે દયા કરોને મારા પ્રાણ દયાળુ ભગવાન,
રસકસનાં તજાવી વર્તમાન જમાડો પકવાન;
	રાયબાએ આવી પ્રેમથી પ્રાર્થના કીધી,
	રાજી થઈને અલબેલાએ આજ્ઞા દીધી...કહું૦ ૪
જમો મારા વાલા સંત હવે પકવાન,
પણ જમતાં જમતાં ધરજો હરિનું ધ્યાન;
	હરિભક્તો તમે સહુ મારું વચન સુણી લેજો,
	હવે નિત્યનિત્ય નવલી રસોઈઓ સંતને દેજ્યો...કહું૦ ૫
એમ કુંડળમાંહેથી કૃષ્ણ કરુણા રેલાણી,
પછી સર્વે સંપ્રદાય માંહી તે ફેલાણી;
	જન સારુ નગારું, તગારું, તાવડો મંડાણો,
	કહે જ્ઞાનજીવન કુંડળ થકી એમ જાણો...કહું૦ ૬
 

મૂળ પદ

કહું કુંડળમાં હરિકૃષ્ણ પધાર્યા પ્રીતે

મળતા રાગ

મળી બુટોલપુરની માંહી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0