અહો દરિયા કિનારે દેશ ભાલમાં, મદનમોહનજીના રૂપે બેઠા વાલમાં ૧/૧

અહો દરિયા કિનારે દેશ ભાલમાં,
	મદનમોહનજીના રૂપે બેઠા વાલમાં;
અન્ય ધામોને જાણજો તિલક તાલમાં,
	ધામ ધોલેરા ચંદ્રક શ્રીજી ભાલમાં...ટેક.
અન્ય ધામોને જાણજો મુખ શ્યામનું,
	ધામ ધોલેરા ખંજન હરિ ગાલમાં...મદન૦ ૧
જેમ વાલોજી વસ્યા છે વડતાલમાં,
	વાસ ધોલેરાનો જાણજો ધર્મલાલમાં...મદન૦ ૨
બીજાં ધામો તો બંધાવ્યાં ભક્ત ભાવથી,
	નિજ ભાવથી બાંધ્યું છે ધામ ભાલમાં...મદન૦ ૩
ધામ ધોલેરાના દેવોને જે સેવશે,
	જ્ઞાનજીવન કહે રાજી થાશે વ્હાલમાં...મદન૦ ૪
 

મૂળ પદ

અહો દરિયા કિનારે દેશ ભાલમાં, મદનમોહનજીના રૂપે બેઠા વાલમાં

મળતા રાગ

વડતાલમાં બિરાજ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી