વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ ૧/૧

વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ,
		      શ્વાસ તજીને મારે કેમ જીવવું...ટેક.
વિશ્વાસી વાલા તને અતિશે વાલા, વિશ્વાસીને વશ રહો ધર્મલાલા,
 		વિશ્વાસીમાં વાલા તારો છે વાસ...શ્વાસ૦ ૧
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે, એનાં બધાં કામ તમે કર્યાં સત્વરે,
 		રહ્યા તમે સદાય તેની જ પાસ...શ્વાસ૦ ૨
જે જે તમારે વાલા શરણે રે આવ્યા, હેતે કરીને હૈયે વિશ્વાસ લાવ્યા,
 		જ્ઞાનજીવન કહે એને તાર્યા છે ખાસ...શ્વાસ૦ ૩

 

 

મૂળ પદ

વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ

મળતા રાગ

મોગરાનાં ફૂલ સખી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તારી મીટે રે
Studio
Audio
0
0