આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે ૧/૧

આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે;
	પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, સહજાનંદ સ્વામી રે...આજ૦ ૧
આનંદ અમને આપ્યો અતિશે, વ્હાલમે આ વાર રે;
	પ્રેમે કરીને પિયુડે અમને, પાયો પોતાનો પ્યાર રે...આજ૦ ૨
સ્નેહે કરીને સાચવ્યા અમને, આપીને હેત અપાર રે;
	સહજાનંદજી સ્નેહની મૂર્તિ, સાચા શ્રીજી ભરતાર રે...આજ૦ ૩
સત્સંગ આપ્યો સ્નેહે અમોને, આપ્યો પરમાનંદ રે;
	અક્ષરધામના ધામી પ્રભુજી, રીજ્યા શ્રી સહજાનંદ રે...આજ૦ ૪
પોતાના સુખમાં રાખ્યા અમોને, સર્વે તાપ નિવારી રે;
	જ્ઞાનજીવન કહે ચિંતવું સ્નેહે, શ્રીજીની મૂર્તિ પ્યારી રે...આજ૦ ૫

 

 

મૂળ પદ

આજ અમારાં ભાગ્ય અતીશે, મળિયા અંતરયામી રે

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી