પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે ૩/૪

પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે;
તુજ વિના મારું બીજું સર્વ, ટળજો વ્હાલા સમૂળ રે...પ્રીત૦ ૧

હૈયા માથે હરિવર મારા, રાખું રમતા રાજ રે;
જીવન જીવું તમારા કાજે, કરું તમારા કાજ રે...પ્રીત૦ ૨

કાંઈ ન દેશો પગાર પેટે, દેજો રાજીપો લેશ રે;
તોય હું માનીશ મહાભાગ્ય મારાં, મારા હે પરમેશ રે...પ્રીત૦ ૩

ક્યાંથી તમારો મળે જ મેળાપ, જીવને પ્રાણજીવન રે;
રાજી થઈને પાળો છો મુને, રાજી જ્ઞાનજીવન રે...પ્રીત૦ ૪

 

 

મૂળ પદ

શા માટે મને પજવો છો સ્વામી, મારા પ્રાણ આધાર રે

મળતા રાગ

રસિકરાય મારે મહોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
ગૌરવ બાંગિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
પ્રાર્થના
Studio
Audio & Video
0
0