ધર્મકુંવર હરિકૃષ્ણ ચરણ નખચંદ્રને, મન કર્મ વચને વંદુ વારમવાર જો;  ૧/૧


ધર્મકુંવર હરિકૃષ્ણ ચરન નખચંદ્રને;
મન કર્મ વચને વંદું વારમવાર જો;
	આ અવસર અલબેલોજી અઢળક ઢળ્યા;
	કરવા વ્હાલો અનેક પતિત ભવપાર જો	...ધર્મ૦ ૧
શું કહી વર્ણવું પાવન પ્રથિત પ્રતાપને;
ભવ બ્રહ્મા શેષ નિગમ નેતિ કહી ગાય જો;
	અક્ષર નિવાસી મુક્ત પૂજે જેની પાદુકા;
	અખિલ ભુવનપતિ શ્રીપુરુષોત્તમરાય જો	...ધર્મ૦ ૨
સદા સાકાર છે દિવ્ય નરાકૃતિ નાથજી;
માયા કાળ પુરુષના પ્રેરક એહ જો;
	જગત જન્મ પાલન લય લીલા જેહની;
	તે અવિનાશી ધર્યો સુંદર નર દેહ જો	...ધર્મ૦ ૩
ઉપનિષદના શિર ઉપર જેહ શોભતા;
રમારમણ શ્રીઅક્ષરપર અવિનાશ જો;
	અનેક અધમ ઓધાર્યાની દીક્ષા ગ્રહી;
	પ્રેમાનંદ કે’ આવ્યા ધર્મ નિવાસ જો	...ધર્મ૦ ૪

 

મૂળ પદ

ધર્મકુંવર હરિકૃષ્ણ ચરણ નખચંદ્રને, મન કર્મ વચને વંદુ વારમવાર જો;

મળતા રાગ

ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલવાસી હરિકૃષ્ણ
Studio
Audio & Video
0
0