નાય છે નાય છે નાય છે રે વ્હાલો, સરજુ નદીમાં નાય છે ૧/૧

નાય છે નાય છે નાય છે રે વ્હાલો, સરજુ નદીમાં નાય છે,
નાય છે ને અતિ હરખાય છે રે વ્હાલો, સરજુ નદીમાં નાય છે...ટેક.
માતાજી ભાવે લાલ નવરાવે રે,
		દેવો દર્શને ધાય છે રે...વ્હાલો૦ ૧
કળશ વડે રૂડી જળધારાએ રે,
		વ્હાલાને અભિષેક થાય છે રે...વ્હાલો૦ ૨
નાહતા નાહતા હસે હેતાળો રે,
		મૂર્તિમાં મન ચોંટી જાય છે રે...વ્હાલો૦ ૩
અંગો ચોળે ને માતા ચુંબન લે છે રે,
		જ્ઞાનજીવન મોહી જાય છે રે...વ્હાલો૦ ૪
 

મૂળ પદ

નાય છે નાય છે નાય છે રે વ્હાલો, સરજુ નદીમાં નાય છે

મળતા રાગ

આવજો આવજો આવજો રે વાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
અભિષેક
Studio
Audio
0
0