આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કર્તાપણું મનાય ૧/૧

આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના,
	તારું કર્તાપણું મનાય, તુંહી તુંહી અખંડ થાય..ટેક
આ મન બુદ્ધિ ને ચિત્ત અહં, વર્તાવી શાને જાય,
અર્પિત છે તંત્ર મારું, તો મૂંઝવણ શાને થાય,
	આ દોષ સ્વભાવનો ભાર, મને સહેજે હરાવી જાય,
	મને મળ્યા છે સ્વયં હરિ, તે શાને વિસરાઈ જાય-૧
આ માન-મોટપ સારપના, સંકલ્પો પજવી જાય,
અંતરદૃષ્ટિ કરતાં મારું, આ હૈયું દ્રવી જાય,
	આ જાણપણાનો ભાર, હૈયાને રડાવી જાય,
	મને મળ્યા છે સ્વયં હરિ, તે શાને વિસરાઈ જાય-૨
આ મેં કર્યું, આ હું કરું, એ ભાવથી જ જીવાય;
ધાર્યું હરિ તારું જ થાય, તો હું હું શાને થાય;
	આ અહં ને અવળાઈ, મને તારાથી દૂર લઈ જાય,
	મારે જીવવું છે તારા બળે, તો શાને રે મન મૂંઝાય-૩
 

મૂળ પદ

આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કર્તાપણું મનાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
રાજાધિરાજ
Studio
Audio
3
4