જેવું કુંડળ શોભિતું સરસ છે, શ્રીકૃષ્ણના કાનમાં ૧/૧

 જેવું કુંડળ શોભિતું સરસ છે, શ્રીકૃષ્ણના કાનમાં,
	તેવું કુંડળ નામ ગામ ગણિને, ધારે મુની ધ્યાનમાં;
જ્યાં લીલા કરિ છે ઘણી જગદિશે, વાસો વિશેષે વશી,
	તેની આગળ તીર્થ પુષ્કર તથા, કાશીનિ કીર્તી કશી...૧
વારંવાર વિહાર તત્ર કરિને, સર્વત્ર શ્રીજી ફર્યા,
	ગંગા તુલ્ય ઉતાવળી નદિ તીરે, જૈ ઠામઠામે ઠર્યા;
સાધ્યો જોગ સધાવિયો મુનિ કને, અષ્ટાંગ એ તો સહી,
તેની તુલ્ય ન નર્મદા મહિ નહીં, કાલિંદિ કૃષ્ણા નહીં...૨ 
 

મૂળ પદ

જેવું કુંડળ શોભિતું સરસ છે, શ્રીકૃષ્ણના કાનમાં

મળતા રાગ

શાર્દૂલવિક્રીડિત

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પીલુ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0