કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી, એ તો મામૈયાને માથ ૧/૧

કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી,
			એ તો મામૈયાને માથ,
નદી ઉતાવળીને તીર, હરિ નાવા ગ્યા’તા નાવા,
			લઈ મામૈયાને સાથ...ટેક.
કુંડળ ગામની ઉત્તર દિશે મોટો ધરો ત્યાંય,
	તેની પાસે ઉંચી ભેખડ ચડયા હરિરાય...કહું૦ ૧
પ્રેમ પરીક્ષા લેવા માટે બોલ્યા મોહનરાય,
	અહિંથી મામૈયા જળમાં તુંથી પડાય કે ન પડાય...કહું૦ ૨
કહે મામૈયો સુણો હરિ બહુ ઉંડુ પાણી આંય,
	મુંથી તો નહિ પડાય પ્રભુ કોઈ પડે તો મરી જાય...કહું૦ ૩
શ્રીહરિ કહે મારે અહિંથી પડવું પાણી માંય,
	શરીર વિનાશી છોડી હું તો જઈશ અક્ષરમાંય...કહું૦ ૪
એમ કહીને જળમાં પડવા દોડયા દીનાનાથ,
	મામૈયે ત્યાં દોટ કાઢી ભરી લીધી વાલાને બાથ...કહું૦ ૫
જોર કરી હરિ જો પડે તો પડે મામૈયો સાથ,
	એવો એનો પ્રેમ જોઈ વાલો રીઝયા કૃપાનાથ...કહું૦ ૬
માગ મામૈયા ! માગ મામૈયા ! કહે હરિ ગાથ,
	કહે મામૈયો કૃપા કરી હરિ ઝાલજો અંતે હાથ...કહું૦ ૭
જ્ઞાનજીવનના સ્વામી કે’ મને પકડી રાખ્યો જેમ,
	મામૈયા તને અંતકાળે હું પકડી રાખીશ તેમ...કહું૦ ૮
 

મૂળ પદ

કહું કુંડળની કથાય, હરિ રાજી થયા રાજી, એ તો મામૈયાને માથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જયેશ સોની
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
0
0