લગની લાગી નારાયણ નામની રે, બીજી વાલી ન લાગે વાત ૧/૧

લગની લાગી નારાયણ નામની રે, બીજી વાલી ન લાગે વાત-૦૧
મારા ગુરુજીએ સગપણ ગોતિયા રે, સગપણ કીધું સહજાનંદ સાથ-૦૨
મેં તો ચૂંદડી ઓઢી છે ઘનશ્યામની રે, ચારે છેડે સહજાનંદ નામ-૦૩
મારી જાન આવી છે અક્ષરધામથી રે, તેની શોભા તણો નહીં પાર-૦૪
મોટા મુક્તો આવ્યા છે મારી જાનમાં રે, તે તો ગુણ હરિવરના ગાય-૦૫
મેં તો મનતણા મિંઢોળ બાંધિયા રે, પાંચ વર્તમાનરૂપી વરમાળ-૦૬
હું તો માન તજીને બેઠી માંયરે રે, હરિકૃષ્ણએ ઝાલ્યો મારો હાથ-૦૭
હું તો સ્વાર્થ તજીને ચડી ચોરીએ રે, એની શોભા તણો નહીં પાર-૦૮
જ્ઞાન વૈરાગ્યે જવ-તલ હોમિયા રે, બુદ્ધિ બેને દીધા કન્યાદાન-૦૯
ભક્તિમાતાએ હરિવર સોંપિયા રે, મારાં પૂર્વનાં ઘણાં પુન્ય-૧૦
ધર્મદેવે તે મારા વિવાહ કર્યા રે, મારાં પુણ્ય તણો નહીં પાર-૧૧
હું તો શણગાર સજીને ચાલી સાસરે રે, માયા-મમતા તે મનમાં મૂંઝાય-૧૨
આશા તૃષ્ણા તે બેય બેનડિયું રે, એ તો રોતી રહી ઘરમાંય-૧૩
ગુરુદેવે તે શીખ દઈ વિદાય કરી રે, અતિ આનંદ હૈયે ઊભરાય-૧૪
મુક્તસભામાં નાખ્યા મારા બેસણા રે, હું તો નીરખું સહજાનંદ નાથ-૧૫
ગાય શીખે સુણે ને સહુ સાંભળે રે, એનો હોજો અક્ષરધામે વાસ-૧૬
 

મૂળ પદ

લગની લાગી નારાયણ નામની રે, બીજી વાલી ન લાગે વાત

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
લાડકવાયા પરંપરાગત
Studio
Audio
0
0