ભૂખ આપોને તમારી હે હરિ; તમારી ભૂખ વિના જઈશ મરી ૧/૧

ભૂખ આપોને તમારી હે હરિ; 
		તમારી ભૂખ વિના જઈશ મરી...ટેક
કડકડતી ભૂખ માટે પાડુ છું પોકાર, 
તમારી ભૂખ વિના દુ:ખી હું અપાર;
	હવે હરિ મેર કરો, ભૂખ કેરુ દુ:ખ હરો, 
	પ્રાર્થના સ્વીકારો, મારી હે દીનાનાથ.
		ભૂખનું દુ:ખ ટાળી કરો સુખી...તમારી૦  ૧.
કામ અને માન મને કરે છે હેરાન, 
તમારા વિનાનું મને બીજુ બહુ તાન;
	તાન બીજા ટાળો મારા, મુને તુંમા ગાળો પ્યારા, 
	અખંડ અનુભવાવો તમારો સંગાથ.
		મારી વૃત્તિઓ કરો તવ ભૂખી...તમારી૦  ૨
રખડું છું થઈને હું તમથી વિમુખ, 
હવે હરિ દયા કરી કરો સનમુખ;
	ભૂખ્યો તમારો રહુ, ગમતું તમારું ચહું, 
	તમે જ તમે જ રહો સદા મારી સાથ.
		અનિરદેશ પોકારે હે સુખી...તમારી૦  ૩
 

મૂળ પદ

ભૂખ આપોને તમારી હે હરિ; તમારી ભૂખ વિના જઈશ મરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ - ઈન્દોર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
દૈન્ય
Studio
Audio
0
0