કહ્યા કરું હું અખંડ પ્રભુજી આભાર, તોયે ન અંત પામું કરુણા અપાર ૧/૧

pre> કહ્યા કરું હું અખંડ પ્રભુજી આભાર, તોયે ન અંત પામું કરુણા અપાર...ટેક. અનંત જીવ ભર્યા અનંત બ્રહ્માંડમાં, નજર ઠેરાવી એમા પામર આ જીવમાં; નિજ સ્વરૂપે દેવા વિરામ આ વાર...કહ્યા૦ ૧ રક્ષા કરો છો મારી અખંડ માયા જાળથી, બચાવી લો છો બુદ્ધિ આદિની બબાલથી ખેંચી રાખો છો સદા શરણે આધાર...કહ્યા૦ ૨ પામું છું સફળતા ને તવ શરણાગતિ, એ તો છે કેવળ પ્રભુ તવ મુજ ભક્તિ; તવ ભક્તિનો કોઈ પામે નહિ પાર...કહ્યા૦ ૩ તવ ભક્તિ ને શક્તિ માનુ કૃત છે મારા, બચાવી લો એ અભિમાનથી હે પ્યારા; ફૂલમાં ફરું છું તોયે લો છો મારી સાર...કહ્યા૦ ૪ બિનશરતી દાસનો હું દાસ બની રહું, ગમતા તમારામાં જ રાખો સદા કહું બીજી ખબર ન પડે કાંઈ હે આધાર...કહ્યા૦ ૫ સર્વાંગી ગુરુ આપ્યા અતિ કૃપા કરી. સત્સંગ ઉપાસના પણ આપ્યા સર્વોપરી; પામીશ સંતોષ અનિર્દેશ તવાકાર....કહ્યા૦ ૬

 

 

મૂળ પદ

કહ્યા કરું હું અખંડ પ્રભુજી આભાર, તોયે ન અંત પામું કરુણા અપાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ - ઈન્દોર
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
દૈન્ય
Studio
Audio
0
0