વા’લાનાં વદન તણા વચનામૃત, મુજને પ્યારા લાગે છે ૧/૧

વા’લાનાં વદન તણા વચનામૃત, મુજને પ્યારા લાગે છે,
		વાલા લાગે છે ભગતની, ભ્રમણા ભાાંગે છે… વાલાના વદન
કલ્પતરૂ ચિંતામણિ પારસ, કામદૂધા જે ગાય (૨)
		શ્રીહરિના વચનામૃતને તે (૨),ઉપમા નવ દેવાય... વાલાના વદન
પારસને ચિંતામણિ પથ્થર, જડ વસ્તુની જોડ, 
વચનામૃત હરિધામ પમાડી, પૂરે મનુષ્ય કોડ (૨)
કલ્પતરૂ ને કામદૂધા, કલ્પિત વસ્તુ દેનાર
		શ્રીમુખના વચનામૃત લાવે, ભવસાગરનો પાર... વાલાના વદન
અષ્ટ સિદ્ધિ નવનિધિ તે તો, ગણત્રીમાં ન ગણાય (૨)
		શુંદ્ધભાવે વચનામૃત સેવે(૨), જડ ચિદ વસ્તુ જણાય...વાલાના વદન
ચાર વેદ ષટશાસ્ત્ર પુરાણો, ભારત ને ઇતિહાસ
વાણી ચતુર્વિદિ આદિ સર્વનો, વચનામૃતમાં સાર
મુચિ ચતુર્વિધ મળવાથી પણ, બને નહી પૂરણકામ
		વચનામૃતનું જ્ઞાન થવાથી, પામે છે અક્ષર ધામ... વાલાના વદન
ભણી ગણીને અંતર ધારો, વચનામૃતનો ભાવ (૨)
		શાસ્ત્ર સર્વે હસ્તામલ થાશે (૨) લઈ લ્યો દુર્લભ લા’વ... વાલાના વદન

ક્રુષ્ણ સ્વરૂપ ગૌલોક બિરાજે, વૈકુંઠમાં શ્રીરામ,
શ્વેતદીપે વાસુદેવ બિરાજે, અક્ષરમાં ઘનશ્યામ

યોગી યતિ ને ઋષિ તપસ્વી, ધ્યાન ધરે વનમાંય
વચનામૃતનું ધ્યાન ધર્યાથી, બ્રહમરૂપ બની જાય
પ્રીત કરીને હ્રદયે વિચારો, વચનામૃતનો સાર
	શ્રી હરિનાં વચનામૃત ઉપર, નંદકિશોર બલિહાર ...વાલાના વદન
		પ્યારા લાગે છે ભગતની ભ્રમણા ભાંગે છે...વાલાના વદન
 

મૂળ પદ

વા’લાનાં વદન તણા વચનામૃત, મુજને પ્યારા લાગે છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
ગોવિંદા સરકાર
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
0
0