બાલુડા અમે બાલુડા અમે, અમે સતસંગના છીએ ૧/૧

બાલુડા અમે બાલુડા અમે, અમે સતસંગના છીએ;
બાલુડા અમે બાલુડા અમે, અમે ઘનશ્યામના છીએ;
	આદર્શ બાળક, બની અમે સૌ, આદર્શ જીવન જીવીએ છીએ;
		વચનો યાદ કરીને શ્રીજીના, રાજીપો અમે રળીએ છીએ-ટેક
સરખા સાથે દોસ્તી કરીને, મોટાને સનમાનીએ;
નાનાને અમે લાડ લડાવી, રાજી સૌને કરીએ;
	ભણી ગણીને દેશનું ગૌરવ,
			ખૂબ વધે એવું શીખીએ છીએ...વચનો૦ ૧
માતપિતા ને ગુરુ ચરણોમાં, રોજ અમે નમન કરીએ;
સતસંગ ને માનવ સેવાના, કાર્યો મોટા કરીએ;
	સંપ રાખીને હળી મળીને,
			સહુને ગમતા રહીએ છીએ...વચનો૦ ૨

 

મૂળ પદ

બાલુડા અમે બાલુડા અમે, અમે સતસંગના છીએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
બાલ સમુહગાન
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0