બાલસભામાં આવો રે, સુંદર લઈ લ્યો લા’વો રે ૧/૧

બાલસભામાં આવો રે, સુંદર લઈ લ્યો લા’વો રે.
	સહુને ગમે એવું જીવન બનાવી, ચાંદ તારાને શરમાવો રે... બાલ૦ ૧
સારા સંસ્કાર મળે સભામાં, જોજો ભુલી ન જાવો(૨),
સવાર ઊઠી માત-પિતાને પગે લાગવુ રે;
ભણી ગણીને ખુબ સારા માણસ બનવું રે.
વિડિયો, ટી.વી. બંધ કરીને લેશન કરવું રે;
પહેલામાં પહેલો નંબર લાવી આગળ વધવું રે.
	સારા સંસ્કાર મળે સભામાં, જોજો ભુલી ન જાવો(૨);
	નવું નવું તમે રોજ શિખીને, મોટા મોટા થાવો રે.
		બાળસભામાં જઈ બાલુડા, અમુલ્ય લઈ લો લા’વો રે...બાલ૦ ૨
બાલપ્રભુના ચરિત્ર કહીને, સંચાલક શિખવાડે રે(૨);
સંવત અઠારસો સાડત્રીશની સાલમાં;
જન્મ્યા ઘનશ્યામ પ્રભુ છપૈયા ગામમાં.
નાની વયથી ભક્તિ કરતા દર્શન કરતા ગામમાં,
ભક્તિ એવી કરીને આપણે જાશું અક્ષરધામમાં.
	બાલપ્રભુના ચરિત્ર કહીને, સંચાલક શિખવાડે રે(૨);
	વાર્તા કહીને જોક્સ કહીને, બોધ સારો બતાવે રે(૨).
		નાના મોટા ઉત્સવ કરાવી, મોજ સહુને એ કરાવે રે...બાલ૦ ૩

 

મૂળ પદ

બાલસભામાં આવો રે, સુંદર લઈ લ્યો લા’વો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોહેલ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0