એ આવે એ આવે એ આવે આવે, વરસંતા અમૃતનો આનંદ લાવે ૧/૧

એ આવે એ આવે એ આવે આવે, વરસંતા અમૃતનો આનંદ લાવે,
એ આપે એ આપે એ આપે આપે, છલકંતા હૈયામાં આનંદ વ્યાપે,
	કોણ કોણ કોણ એવો આનંદ આપે, એ તો મારા ઘનશ્યામ...ટેક
રોજ સવારે વેલા ઉઠી, અમને શોધે, અમને બોલાવે (૨)
નદી તળાવે બાગ બગીચે, લાડકવાયો અમને રમાડે (૨)
			હિંચકે હિંચે ને હિંલોળા ખાવે...વરસંતા૦ ૧
પગમાં રૂડા ઝાંઝર પહેરી, મીઠા મધુરા ગીત ગુંજાવે (૨)
ઠુમક ઠુમક રૂડી ચાલે, રૂમઝુમ કરતા નાચે નચાવે (૨)
			થૈ થૈ નાચે ને સહુને ભાવે...વરસંતા૦ ૨

 

મૂળ પદ

એ આવે એ આવે એ આવે આવે, વરસંતા અમૃતનો આનંદ લાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0