અમે નાના નાના બાળ સહુ ઘનશ્યામના, અમે હસતા રમતા ગીતો ગાતા તાનમાં ૧/૧

અમે નાના નાના બાળ સહુ ઘનશ્યામના(૨)
	અમે હસતા રમતા ગીતો ગાતા તાનમાં (૨) અમે...ટેક
રોજ સવારે સ્નાન કરીને (૨) માત-પિતાને નમન કરીને (૨)
	પ્રભુ ચરણોમાં આવતા, અમે ગુરૂ ચરણોમાં આવતા...અમે૦૧
ઘનશ્યામજીનું મંદિર આ છે (૨) ફુલડા રૂડા ખુબ ખીલ્યા છે (૨)
	ફુલડા સુંદર બાગનાં, અમે ફુલડા સુંદર બાગનાં...અમે૦ ૨
ઘનશ્યામજીનો કેફ રાખીને (૨) કાલી ઘેલી વાતો કરીને (૨)
	મહિમા સહુને જણાવતા, રૂડુ વર્તન કરી બતાવતા...અમે૦ ૩
બાલુડા ઘનશ્યામ તારી પાસે,આવ્યા અમે એક જ આશે(૨)
	સંસ્કાર દેજે દાનમાં, મોક્ષ દેજે દાનમાં...અમે૦ ૪

 

મૂળ પદ

અમે નાના નાના બાળ સહુ ઘનશ્યામના, અમે હસતા રમતા ગીતો ગાતા તાનમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0