નાના નાના બાળ પ્રભુ, (અમે) છીએ તમારા (૨), સંભાળ રાખો છો પ્યારા ૧/૧

નાના નાના બાળ પ્રભુ, (અમે) છીએ તમારા (૨)
	સંભાળ રાખો છો પ્યારા, તમે તો એકધારા રે...નાના૦ ટેક.
બાળક છીએ તમારા, બાળ બુદ્ધિ છે અમારી;
તમે સર્વેના આધારા, એવી એક મતિ છે અમારી;
	તમારા જાણી અમને તમે, કામ કરો છો અમારા...નાના૦ ૧
સહજાનંદ તવ બાગે, અમે ફુલડા ખીલ્યા છીએ આજ;
પ્રેમે યુજ કરોને અમારો, તમે રાજી થઈ મહારાજ;
	પુષ્પ બનીને રહીએ ચરણમાં,માલિક તમે અમારા...નાના૦૨
કાલી ઘેલી વાત અમથી, સુણો છો તમે સ્વામી;
જાણી અમારી મરજી, લાડ કરાવો છો સ્વામી;
	જગમાંય અમને તમે તો, સુખડા વધુ દેનારા...નાના૦ ૩
અમે નાચીએ કુદીએ આજ, રાજી કરવા તને ઘનશ્યામ;
ગુંજતુ કરવુ છે આજ, આખી પૃથ્વીમાં તવ નામ;
	યત્ન કરીએ અમે બાળ સહુ, શક્તિ તમે દેનારા...નાના૦ ૪

 

મૂળ પદ

નાના નાના બાળ પ્રભુ, (અમે) છીએ તમારા (૨), સંભાળ રાખો છો પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
બાલુડા
Studio
Audio
0
0