દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ અતિ હૈયે હરખાઈ, અભિષેક થાય છે ૧/૧

દિવ્ય અલૌકિક મૂર્તિને જોઈ અતિ હૈયે હરખાઈ,
અભિષેક થાય છે, વ્હાલોજી નાય છે,
	સ્નાન કરંતા પ્રભુજી શોભે, જોઈને મનડું લોભે...અભિષેક૦ ટેક.
ચંદન ઘસીને લાવી સુગંધી કેસરનું રૂડુ સાથમાં,
શિતળ જળથી પ્રેમે સ્નાન કરાવે સંતો હેતમાં,
	સર્વોપરિનો લ્હાવો લઈને લાડ લડાવું હરિને...અભિષેક૦ ૧
ધોળા લાગે છે વ્હાલો, પીળા પીળા પાતળિયો શોભતા,
સુગંધી કેસર ચંદને નાતા વ્હાલોજી મન લોભતા,
	આવી છે મારે તક સોનેરી જોવાને મોરારી...અભિષેક૦ ૨
દેવો ગાંધર્વ મુક્તો આવ્યા છે અતિ ઉછરંગમાં,
રંગ ઉડાડી સર્વે નાચે છે સખાઓની સંગમાં,
	ધન્ય બન્યો છે જોઈ વનરાજ, રાજી થયા મહારાજ...અભિષેક૦૩

 

મૂળ પદ

દિવ્યઅલૌકિક મૂર્તિને જોઈ અતિ હૈયે હરખાઈ, અભિષેક થાય છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
અભિષેક
Studio
Audio
0
0