રેલગાડી રેલગાડી છૂક છૂક કરતી જાય; બ્રેક મારે ઘનશ્યામ ત્યારે ૧/૧

રેલગાડી રેલગાડી છૂક છૂક કરતી જાય; 
	બ્રેક મારે ઘનશ્યામ ત્યારે, સર્વે રોકાઈ જાય...ટેક
ગુરુજી એન્જિન અમારું, સંતોરૂપી ડબ્બા; 
ઘનશ્યામજી ગાડી ચલાવે, અમે કરીએ મજા;
			મજા મજા ભાઈ મજા મજા...૧
આજ્ઞા ને ઉપાસનારૂપી, ગાડીના છે પાટા; 
ગાડીમાં બેસી જઈએ તો, ટળે ભવના આટા;
			ટળે ભવના આટા ભાઈ (૨)...૨
સેવા સંતો-ભક્તોની કરી, રાજીપો લેવાય; 
રાજીપા રૂપી પૈસાથી, ગાડીમાં બેસાય;
			ગાડીમાં બેસાય ભાઈ (૨)...૩
અક્ષરધામની ગાડી છે આ, બીજે નહિ રૂકવાની;
બાળસભાજંકશનથી એ તો, અક્ષરધામે જવાની; 
			અક્ષરધામે જવાની ભાઈ (૨)...૪
આનંદનો વરસાદ થાય ને, આનંદમાં રહેવાય; 
આ ગાડીમાં દિવ્યાનંદના, સુખ અનુભવાય;
			સુખ અનુભવાય ભાઈ (૨)...૫

 

મૂળ પદ

રેલગાડી રેલગાડી છૂક છૂક કરતી જાય; બ્રેક મારે ઘનશ્યામ ત્યારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વ્રજેશ પારેખ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0