અમે બાલુડા છીએ પ્રભુના રે, પ્રભુ અમારા રે; ૧/૧

અમે બાલુડા છીએ પ્રભુના રે, પ્રભુ અમારા રે;
		એના છીએ એના રહેશું, સદાય પ્યારા રે...અમે૦ ટેક
સંતો કહેશે તેમ જ કરીશું, રાજી કરવા તત્પર રહીશું;
મોટાની મરજીમાં રહીશું, ઘનશ્યામજીને પ્રેમ કરીશું;
	અરે હા મિત્રો અમારા એવા કરીશું, જે વ્હાલા પ્રભુને રે;
		ઘનશ્યામ માટે મરી મટીશું, અમે દિવાના રે...અમે૦ ૧
સાચા સહજાનંદના થઈશું, બળ તેનું હૈયે ધરીશું;
દાસ હરિના સદા રહીશું, ભળીને સહુમાં પ્રભુ ભજીશું;
	અરે હા...તન મન ધનથી સેવા કરીશું, અમે સદાયે રે;
		ગુણલાં અમે પ્રભુનાં ગાશું, અમે મસ્તાના રે...અમે૦ ૨
સત્સંગ માટે માથું દઈશું, રાજી સદાયે સંતોને કરીશું;
સાચી સમજણ દૃઢ કરીને, જડતાને અમે દૂર કરીશું;
	અરે હા...પક્ષ સંતો-ભક્તોનો રાખી અમે જીવીશું રે;
		બાલુડા અમે પ્રભુના છીએ, ટેક અમારી રે...અમે૦ ૩

 

મૂળ પદ

અમે બાલુડા છીએ પ્રભુના રે, પ્રભુ અમારા રે;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0