અહો આનંદ છે મારે તો આઠો રે જામ, મારા સખા થયા છો, તમે ઘનશ્યામ ૧/૧

અહો આનંદ છે મારે તો આઠો રે જામ,
મારા સખા થયા છો, તમે ઘનશ્યામ.
	મોટા દેવો ઈશ્વરોના છો તમે શ્યામ,
		એવા સર્વોપરી છો તમે ઘનશ્યામ...ટેક
તમે પૂરા કરો છો મારાં બધાં જ કામ, પરંતુ પ્રાર્થના મારી હે ઘનશ્યામ;
	દયા કરીને રાખજો એવી કૃપા,
		થાય તમારુ ગમતું બધું ઘનશ્યામ...અહો૦ ૧
મારી બુદ્ધિ કળા ને સેકંડો તમામ, વપરાય તમારે માટે ઘનશ્યામ;
	કદી ના દેશો શેનુંય અણુયે માન,
		રક્ષા કરજો સદા એથી ઘનશ્યામ...અહો૦ ૨
હું તો છું એક નાનકડો તમારો બાળ,સદા રાખજો સંભાળ હેઘનશ્યામ;
	મારો આધાર તમે જ છો મારા શ્યામ,
		મારું સર્વસ્વ તમે જ, છો ઘનશ્યામ...અહો૦ ૪
શીખવે છે આવું મને સંતો અકામ, તમે છો પ્રાણ મારા હે ઘનશ્યામ;
	રાખજો વ્હાલા મને સદા તમ પાસ,
		ધામ અનિર્દેશ પ્યારા, હે ઘનશ્યામ...અહો૦ ૫

 

મૂળ પદ

અહો આનંદ છે મારે તો આઠો રે જામ, મારા સખા થયા છો, તમે ઘનશ્યામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0