હું છું તમારો બાળ, તમે રાખો છો સંભાળ; હે દયાળું ! વહે છે તારો પ્રેમસાગર ૧/૧

હું છું તમારો બાળ, તમે રાખો છો સંભાળ;
	હે દયાળું ! વહે છે તારો પ્રેમસાગર...ટેક 
ભુલકું છું હું તમારું, તમે મા ને બાપ છો;
બાળ બંધુ રૂપે સદા, તમે મારી સાથ છો;
	અમ બાલુડાના તમે જ આધાર છો...હું છું૦ ૧
સંતો તમારા મને તમે ઓળખાવજો;
ભક્તોનો મહિમા મને, તમે જ કરાવજો;
	તમે છો મારા સંચાલક પ્રભુ...હું છું૦ ૨
તમ વિના હરિ હું, ક્યાંય ન બંધાઉં;
તમને જ રાજી કરી, તમારો કહેવાઉં;
	બળ દેજો એવું, દયા કરી પ્રભુ...હું છું૦ ૩
ઝંખના સદાયે તારે, ખોળે રમવાની;
ગોદમાં રહીને તને, ચુંમી ભરવાની;
	તરસ છીપતી નથી, એવા તારા પ્રેમની...હું છું૦ ૪

 

મૂળ પદ

હું છું તમારો બાળ, તમે રાખો છો સંભાળ; હે દયાળું ! વહે છે તારો પ્રેમસાગર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
યશ શાહ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0