અમારે મંદિરિયે આવ્યા રે (૩) રંગભીનો રાજન ૨/૨


અમારે મંદિરિયે આવ્યા રે (૩) રંગભીનો રાજન	...ટેક.
કલ્પાંતની ભાંગી છેટી રે, ભાવ કરી ભૂધરને ભેટી;
	અલબેલે ઊણપ મેટી રે		...રંગભીનો૦ ૧
હરખ ન માયે હેલી રે, મળી હું તો લજ્જા મેલી;
	આનંદની માતી એલી રે		...રંગભીનો૦ ૨
પૂર્વની પ્રીતી જાણી રે, અમ ઉપર મહેર આણી;
	મુખડાનું રાખ્યું પાણી રે		...રંગભીનો૦ ૩
મંદિરીએ આવ્યા મોરારી રે, આનંદ થયો છે ભારી;
	બ્રહ્માનંદ બલિહારી રે		...રંગભીનો૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુખકારી રે (૩) સલુણી છબી

મળતા રાગ

મેવાડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી