હાંરે ઝૂલે નવલ આંબલિયાની ડાળે રે..૩/૮

હાંરે ઝૂલે નવલ આંબલિયાની ડાળે રે,
રંગીલો વહાલો કાનુડો રે લાગે છે અતિરૂડો. હાંરે ૦
ભાલ તિલક કેસરનું રે કીધું, મોર મુગટ ધાર્યો માથે રે ;
પ્રીત કરીને જડાઉ પોંચી, હરિવર પેહેરી બેઉ હાથે રે. રં૦૧
છેલછબીલો ચતુર શ્યામળો, ગાવે રાગ ઉમંગે રે ;
હાસ વિલાસ કરે અતિ હેતે, વ્રજ વિનતાને સંગે રે. રં૦ર
મધુરે મધુરે સ્વર મોરલી વજાડે, લટકાળો નંદલાલો રે ;
બ્રહ્માનંદના નાથને જોવા, ચોંપ કરીને સખી ચાલો રે. રં૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી