હાંરે સખી ચાલો સર્વે જૂથ મળીને રે..૪/૮

હાંરે સખી ચાલો સર્વે જૂથ મળીને રે ;
ઝૂલાવા જાઇએ વહાલાને રે નંદજીના લાલાને. હાંરે ૦
હિંચકાવીશું હેત કરીને, સર્વે વારા ફેરી રે ;
જન્મ સુફળ કરી લઇએ સજની, હરિ વરનું મુખ હેરીરે. ઝુ૦૧
એકાંતે અલબેલાને સાથે, ગુંજ ગોઠડી કરીએ રે ;
મનમાન્યા મોહનને મળીને, તાપ હૈયાના હરીએ રે. ઝુ૦ર
રાગ મલ્હાર આલાપીએ ગાઇએ, હેત કરી હિંડોળા રે ;
બ્રહ્માનંદના શ્યામ સંગાથે, કરીએ તે ઝાકમ ઝોળા રે. ઝુ૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી