અમે પનિયારાં રે લોએજ ગામનાં, (એ) મારે, પનઘટ પાણી નીત જાવાં ૧/૧

અમે પનિયારાં રે લોએજ ગામનાં;
		(એ) મારે, પનઘટ પાણી નીત જાવાં...પનિયારા૦ ટેક.
ઊઠી પ્રભાતે પાણી ભરવાને ગ્યાતા, કૂવા કાંઠડે બાળ જોગી બેઠાતા;
		(એ) જોગી જોયા ને મન મોહ્યાં...પનિયારાં૦ ૧
છોટી ઉંમર ને તપ ભારે કરેલું, લોહી ને માંસ સાવ સુકાઈ ગયેલું;
		જોઈ કાયા ને લાગી માયા...પનિયારાં૦ ૨
વાંકડિયા વાળ ને રૂડી ઝટા શિર શોભતી, કૃષકાયાને જોઈ મુનિ મન લોભતી;
		સુખ પામ્યાં ને દુ:ખ વામ્યાં...પનિયારાં૦ ૩
મનોહર મુખડું ને અણિયાળી આંખડી, નાસિકા નમણી ને ભ્રકુટી વાંકડી;
		જરા થોભ્યા ને નેણ લોભ્યાં...પનિયારાં૦ ૪
રતન રોળાયું હશે આવું જેહ માતાનું, કાળજે કોરાતું હશે દુ:ખ એ વાતનું;
		વાટ જોતી ને હશે રોતી...પનિયારાં૦ ૫
દુર્બળ દેહ દેખી દયા દિલ ઊપજી, કંઈક જમો તો અમે જમાડિયે બાપજી;
		જાગી ઇચ્છા ને કરી પૃચ્છા...પનિયારાં૦ ૬
રોટલો ને દહીં અમે આણી રે આપીએ, ઘેર આવો તો પ્રભુ ચરણ અમે ચાંપીએ;
		સુણો અરજી ને કહો મરજી...પનિયારાં૦ ૭
લક્ષ્મીનારાયણ કહે વ્હાલો વનમાળી, ભામનિયુંનો ભાવ ભીનો ભાળી;
		શામ રીઝયા ને કામ સીજ્યાં...પનિયારાં૦ ૮
 

મૂળ પદ

અમે પનિયારાં રે લોએજ ગામનાં

મળતા રાગ

ઢાળ : અમે મૈયારાં રે ગોકુળ ગામનાં

રચયિતા

લક્ષ્મીનારાયણદાસજી સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી