હાંરે ઝૂલે નરનારાયણ શ્યામ રે હિંડોળે હરિ સુખ સિંધુ રે દીન તણા બંધુ..૮/૮

હાંરે ઝૂલે નરનારાયણ શ્યામ રે ;
હિંડોળે હરિ સુખ સિંધુ રે દીન તણા બંધુ. હાંરે૦
પરાપાર પૂરણ પુરુષોત્તમ નેતિ નિગમ ઉચ્ચારે રે ;
નૌતમ રૂપ અનૂપ નાથનુ, ધ્યાન મુનિવર ધારે રે. હિં૦૧
જેનું નામ જપે જે પ્રાણી, તે નાવે ભવ ફરવા રે ;
તે મૂર્તિ ધરી જગમાં ડોલે, હરિજનનાં મન હરવા રે. હિં૦ર
હરિવરનો હિંડોળો જોઇને, મગન થયા ત્રિપુરારી રે ;
બ્રહ્માનંદના નાથને નિરખ્યા, તે ધન્ય ધન્ય નર નારી રે. હિં૦૩

મૂળ પદ

હાંરે મારો નાથ હિંડોરે ઝુલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી