હરિવરના હિંડોળાની શોભા, સજની ચાલો જોઇયે રે ;૩/૮

હરિવરના હિંડોળાની શોભા, સજની ચાલો જોઇયે રે ;
મનમોહન નટવરની મૂર્તિમાં, લઇ ચિત્તડાંને પ્રોઇયે રે. હ૦૧
કનકતણા થંભા બેઉ કાજુ, રેશમ કેરી દોરી રે ;
ઘેરે સુર કરી ઝૂલા ગાવે, શ્રી ભ્રખુભાન કિશોરીરે. હ૦ર
માથે જરકસી પાઘ મનોહર, મોતીડાની માળા રે ;
બહુનામી હિંડોળામાં બેઠા, લાગે છે રૂપાળા રે. હ૦૩
સુંદરવર છોગાળા કેરું, મુખડું લાગે પ્યારું રે ;
બ્રહ્માનંદના વહાલાને ઉપર, સરવસ લઇને વારું રે. હ૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી