ચાલ સખી જોવાને જાઇએ, ઝૂલે છે મતવાલો રે ;૫/૮

ચાલ સખી જોવાને જાઇએ, ઝૂલે છે મતવાલો રે ;મનમોહન રંગડાનો માતો, સુંદરવર છોગાળો રે.  ચા૦૧
મોરલડીમાં રાગ મનોહર, ગાવે છે ગિરિધારી રે ;મનમોહન નટવરની મૂર્તિની, છબી બની અતિ ભારી રે.   ચા૦ર
પેચાળી નૌતમી પાઘડલી, નવલ કલંગી લટકે રે ;નવલ ખભે શેલું એક નાંખ્યું, ચોળ કસુંબી ચટકે રે.       ચા૦૩
હરિવરનો હિંડોળો જોઇને, લાભ નયનનો લઇએ રે ;બ્રહ્માનંદના વહાલાની ઉપર, સરવસ વારી દઇએ રે.      ચા૦૪ 

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી