વ્રજજીવન નટવર વહાલાનો, હિંડોળો રંગ ભરીયો રે ;૮/૮

વ્રજજીવન નટવર વહાલાનો, હિંડોળો રંગ ભરીયો રે ;
સુંદરવર નટનાગર શોભે, કાન કુંવર કેસરિયો રે. વ્ર૦૧
રતન જડિત થંભા રુપાળા, ડાંડી પણ રૂપાળી રે ;
ચિત્રવિચિત્ર બન્યો હિંડોળો, મોતીડાની જાળી રે. વ્ર૦ર
મનમોહનની પાઘલડીમાં, છોગલિયાં લઇ ધરીયે રે ;
નટનાગર પ્રીતમને નિરખી, સુફળ જનમારો કરીયે રે. વ્ર૦૩
રાધા સહિત રસિકવર ઝૂલે, જગપતિ અંતર જામી રે ;
બ્રહ્માનંદના નાથને જોઇને, નયનતણું ફળ પામી રે. વ્ર૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી