શ્રાવણ સુદિ એકાદશી સુંદર, નાથ પવિત્રાં પેહેરો રે ;૧/૮

શ્રાવણ સુદિ એકાદશી સુંદર, નાથ પવિત્રાં પેહેરો રે ;
આંગણમાં ઉભા રહીને, હેતે સામું હેરો રે. શ્રા૦૧
બહુ મૂલી મોલીડું બાંધો, શિર તોરા મરમાળા રે ;
અલબેલાજી દરશન આપો, વહાલમ મોરલીવાળા રે. શ્રા૦ર
નટવરજી મૂરતિ નિરખ્યાની, આશ ઘણી છે અમને રે ;
એક ઘડી આંખ્યું આગેથી, મેલ્યા ન જાય તમને રે. શ્રા૦૩
રસિક પિયા તમને રિઝાવા, ગીત મનોહર ગાવું રે ;
બ્રહ્માનંદના નાથજી તમને, પવિત્રાં પેહેરાવું રે. શ્રા૦૪

મૂળ પદ

શ્રાવણ સુદિ એકાદશી સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી