નટવર નાથ પવિત્રાં નૌતમ, પેહેર્યાં પ્રીત કરીને રે ;૩/૮

નટવર નાથ પવિત્રાં નૌતમ, પેહેર્યાં પ્રીત કરીને રે ;
સર્વે પેહેલાં જાઇને જોઇએ, હેતે સહિત હરિને રે. ન૦૧
એકાદશી અનોપમ આવી, શ્રાવણની અજવાળી રે ;
પીતાંબર આભૂષણ પહેરી, ઉભા છે વનમાળી રે. ન૦ર
ઘર ઘરથી ગોવાળા આવ્યા, હરિનું મુખડું જોવા રે ;
વહાલેજી સુંદર વેશ બનાવ્યો, માનુનીનાં મન મોવાં રે. ન૦૩
પાઘડલી નૌતમ પેચાળી, આંટાળી ઉપરણી રે ;
બ્રહ્માનંદના વહાલાને નિરખ્યા, ધન્યધન્ય તેની કરણી રે. ન૦૪

મૂળ પદ

શ્રાવણ સુદિ એકાદશી સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી