પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે ;૮/૮

પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે ;

પ્રાણ પ્રીતમને આવી પવિત્રાં, પવિત્ર ત્રિયા પહેરાવે રે. પુ૦૧

લટકાં પવિત્ર કરે લટકાળો, હેત પવિત્ર કરી હેરે રે ;

પવિત્ર ગોવાળ ઉભા પાસે, કમળ પવિત્ર કર ફેરે રે. પુ૦ર

પાઘ પવિત્ર મનોહર માથે, પવિત્ર કલંગી લટકે રે ;

મહા પવિત્ર અલોકિક મૂરતિ, પવિત્ર હિયામાં અટકે રે. પુ૦૩

પવિત્ર પવિત્ર પોતાના જનને, દરશન પવિત્ર દેવા રે ;

બ્રહ્માનંદના પવિત્ર પ્રીતમને, પવિત્ર પડ્યા છે હેવા રે. પુ૦૪

મૂળ પદ

શ્રાવણ સુદિ એકાદશી સુંદર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0