મોહનવરને બાંધે માતા, રાખડલી રૂપાળી રે ;૧/૮

મોહનવરને બાંધે માતા, રાખડલી રૂપાળી રે ;

ઝાઝે હેતે લિયે રે જશોદા, ભામણિયાં મુખ ભાળી રે. મો૦૧

ઘણી ખમા મારા લાડકડાને, વિઘન દૂર સરવે થાજો રે ;

શરણાગત તારાં થાજો સુખિયાં, વેરીડાં મરી જાજો રે. મો૦ર

રેશમના ફૂમકડાં રૂપાળાં, રેશમ કેરી દોરી રે ;

મોતીડાં પ્રોઇને માંહી, નિરખે રાધા ગોરી રે. મો૦૩

મરમાળા નટવરની મૂર્તિ, ત્રિભુવનથી છે ન્યારી રે.

અલબેલા ઘનશ્યામની ઉપર, બ્રહ્માનંદ બલિહારી રે. મો૦૪

મૂળ પદ

મોહનવરને બાંધે માતા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અમૃત વરસ્યા મેહ
Studio
Audio
4
4