આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે ૫/૮

આજ બળેવ દિવસ ઉત્સવનો, નંદ તણે ઘર જાઇ રે ;      
નટવર છેલછબીલાને નિરખી, અંતર સુખિયા થાઇ રે.        આ૦૧
ગર્ગાચારજ રાખી * બાંધી, પૂરણ બ્રહ્મને પુંચે રે ;
અમર સદા રહો અવિનાશી, એમ બોલ્યા સુર ઊંચે રે.         આ૦ર
પ્રેમ કરી પાથરણાં નાખ્યાં, બહુ બહુ વાનાં કીધાં રે ;       
વસ્ત્ર આભૂષણ સહિત ગર્ગને, દાન ધેનુનાં દીધાં રે              આ૦૩
રાજી અધિક થયાં નંદરાણી, ગોરાણી શણગાર્યાં રે ;         
બ્રહ્માનંદ કહે કાનકુંવરનાં, સરવે વિઘ્ન નિવાર્ય                આ૦૪  

મૂળ પદ

મોહનવરને બાંધે માતા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી